માણેક ચોક એ અમદાવાદનો જૂનો શહેરી વિસ્તાર છે.

સવારમાં તે શાકભાજીની બજાર, બપોરે નાણાં બજાર અને રાત્રે ખાણીપીણી બજાર બની જાય છે

માણકે ચોક રાત્રિના ૯.૩૦ પછી ત્યાં ભરાતા ખાણીપીણી બજાર માટે લોકપ્રિય છે

જે મધ્ય રાત્રિ સુધી ખૂલ્લું રહે છે.

માણેક ચોકનું નામ સંત માણેકનાથ પરથી પડ્યું છે

જેમણે અહમદશાહને ૧૪૧૧માં ભદ્રનો કિલ્લો બાંધતા અટકાવેલો અને પછીથી મદદ કરેલી.

બપોર દરમિયાન ઘરેણાં બજાર હોય છે,

જે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું બજાર છે, જ્યાં દિવસ દરમિયાન ૩૦ લાખ રૂપિયાનો ધંધો થાય છે.

નજીકમાં કેટલાંક ઐતહાસિક સ્થાપત્યો આવેલા છે.

બાબા માણેકનાથ મંદિર, બાદશાહનો હજીરો,રાણીનો હજીરો,અમદાવાદ શેરબજાર ઇમારત ,મૂહર્ત પોળ વગેરે..