મેંગો મસ્તાની રેસીપી | પુણેનું પ્રખ્યાત મેંગો મસ્તાની ડ્રિંક

ખૂબ જ સ્વાદિષ્ટ અને ફટાફાટ બનતું આ ડ્રિંક એક વાર જરૂર ટ્રાય કરજો.

કેરીના ટુકડા, સાકર, દૂધ અને આઈસ્ક્રીમને મિક્સર જારમાં ભેગું કરો

અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. બાજુ પર રાખો.

એક લાંબો ગ્લાસ લો, તેમાં ૨ ટેબલસ્પૂન સમારેલી કેરી, ૧/૪ કપ મેંગો શેક નાખો,

૧ સ્કૂપ્સ વેનીલા આઈસ્ક્રીમ, ફરીથી ૨ ટેબલસ્પૂન સમારેલી કેરી નાખો.

પછી ૧/૪ કપ કેરીનો શેક નાખો. તેની ઉપર ૧ સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ નાખો.

છેલ્લે તેના ઉપર ૧ ટીસ્પૂન બદામની કાતરી, ૧ ટીસ્પૂન પિસ્તા કાતરી અને ૧ ટીસ્પૂન ટુટી ફ્રુટી.

રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે વધુ ૧ ગ્લાસ તૈયાર કરી લો.

તરત જ પીરસો.