'માવાની કુલ્ફી' ગરમીમાં ખાવાની આવે છે જોરદાર મજા,

રેસિપી નોંધી લો અને ઘરે બનાવો

માવાની કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી લો અને એમાં દૂધ લો.

દૂધનો એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દો.દૂધ અડધુ થાય ત્યાં સુધી ઉકાળો.

પછી આ દૂધમાં માવો, ઇલાયચી પાવડર, ખાંડ અને પિસ્તાના ટુકડા નાખીને મિક્સ કરો.

આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.

આ દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો.

આ મિશ્રણને કુલ્ફીના સ્ટેન્ડમાં ભરી લો અને ફ્રિજરમાં સેટ થવા માટે મુકી દો.

ફ્રિજરમાં 8 થી 10 કલાક માટે સેટ થવા દો.

નિયત સમય પછી ફ્રિજરમાંથી કાઢો.ફ્રિજરમાં જ્યારે બહાર કાઢો ત્યારે કુલ્ફીના સ્ટેન્ડને એક મિનિટ માટે અડધુ પાણીમાં રાખો

આમ કરવાથી અંદરથી કુલ્ફી તરત બહાર નિકળી જશે અને તૂટશે પણ નહીં.

તો તૈયાર છે માવાની કુલ્ફી.