આ સ્થળ ખાતે જવા માટે જો તમે સુરત તરફથી આવતા હોય તો વ્યારા થી ભેંસકાતરી રોડ દ્વારા જઇ શકાય છે
એ વાત આ ટુરીઝમ સ્થળ માટે યથાયોગ્ય છે.
અહી માર્ગ મકાન વિભાગ વઘઇ, ડાંગ જિલ્લા દ્વારા આકર્ષક ગેટ બનાવવામાં આવેલ છે.
ભોળાનાથના દર્શન કરી બહાર તરફ આવો તો તમને નીચે માયાદેવી મંદિર તથા ઘોઘ તરફ જવાનો રસ્તો જોવા મળશે.
અહી રસ્તા ૫રથી ફોટોગ્રાફી ૫ર ખૂબ જ સરસ રીતે થઇ શકે છે.
બોર્ડમાં લખેલા ઈતિહાસ મૂજબ, હિમાલયની પુત્રી દેવી, રાક્ષસ પાછળ પડતાં, અહીં પૂર્ણા નદીના ખડકોમાં સંતાઈ ગઈ હતી.
પરણાવી અને રાક્ષસને માયા છોડવા જણાવ્યું. આથી આ સ્થળ માયાદેવી કહેવાય છે.
ચોમાસાના દિવસોમાં આ મંદીર (ગુફા) પાણીમાં ડુબી જાય છે. ૫રંતુ અહી સૌથી વઘારે પ્રવાસીઓ તો ચોમાસામાં જ આવે છે. એનું મુખ્ય કારણ છે અહીંનો નયનરમ્ય ધોધ.