મહેસાણા જિલ્લો ગુજરાતનાં ઇશાન ખૂણે આવેલો છે.

જિલ્લાનું વહિવટી વડું મથક મહેસાણા શહેર છે.

ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી.

એ સ્પષ્ટ છે કે નગરની સ્થાપના રાજપૂત શાસન દરમિયાન થઇ હતી.

અન્ય એક કથા અનુસાર મેહસાજીએ નગર વિક્રમ સંવત ૧૩૭૫ (ઇ.સ. ૧૩૯૮)માં કરી હતી.

આ જિલ્લામાં ૬૦૬થી વધારે ગામો છે.

મહેસાણામાં એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે.

ગુજરાત વિધાનસભાની ૭ (સાત) બેઠકો મહેસાણા જિલ્લામાં આવેલી છે.

બાદમાં ગાયકવાડે ૧૯૦૨ માં મહેસાણા માટે વહીવટી મથક સ્થાપ્યો હતો.

૧૯૪૭ માં ભારતની સ્વતંત્રતા સાથે મહેસાણાને ભારતના સંઘ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું.