ચટણી માં નાખવાના મસાલા રૂપે વપરાતો ફુદીનો વાતહર ઔષધિ તરીકે ખૂબ જાણીતો છે
પાંદડાનો રસ કાઢી શકાય છે અથવા રાયતું પણ બનાવવામાં આવે છે.
ફુદીનાનો તાજો રસ અથવા અર્ક કફ-શરદીમાં તેમજ મગજ ની શરદી માટે અતિ ઉપયોગી છે
જો ઘરની ચારે તરફ ફુદીનાના તેલનો છંટકાલ કરી દેવામાં આવે તો માખી, મચ્છર, કીડી વગેરે કીટાણુઓ ભાગી જાય છે
ફુદીનાના પાનને પીસીને તેનો લેપ કરવાથી, સ્ટીમ લેવાથી, ખીલ, ચહેરા પરની કરચલીઓ અને ડાઘામાં રાહત મળે છે.
તેના છોડ માંથી એક પ્રકારની સુંદર સુવાસ આવે છે. ઘર આંગણામાં કે કુંડામાં ફુદીનાના છોડને સહેલાઈથી ઉગાડી શકાય છે.
ફુદીનાના પાન સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ શીતળ અને સ્ફુર્તિદાયક માનવામાં આવ્યા છે.