અરીઠાં અતિ ઉત્તમ ઔષધ છે

અરીઠાંનું પાણી પીવડાવવાથી ઊલટી થતાં વિષ નીકળી જાય છે

અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધિ થાય છે.

આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉદરી જેવા રોગો મટે છે.

અરીઠા ઘણા વિષનાશક હોય છે.

તેનો ઉપયોગ સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથૂથું ની ઝેરી અસર ને દૂર કરવા થાય છે.

માથા માં ખોડો દૂર કરવા અને વાળ ને રેશમી કરવા માટે તેનો ઉપયોગ લાભકારી રહે છે.

અરીઠાના પાણી થી સોનાના ઘરેણાં પણ ધોવામાં આવે છે.

અરીઠા અનેક પ્રકારના તત્વોથી ભરપૂર હોય છે.

વર્ષો પહેલાં પણ અરીઠાનો ઉપયોગ લોકો વાળ માટે કરતા હતા. જો કે અનેક પ્રકારની હેર પ્રોડક્ટ્સમાં પણ અરીઠાનો ઉપયોગ કરવામાં આવે છે.