અરબી સમુદ્રમાંથી આવી રહ્યો છે ભેજ,

જાણો ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે

ગુજરાતમાં આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

ગુજરાતીઓ હવે ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડીની રાહ જોઇ રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

હાલ સવારે અને રાતે ઠંડી અનુભવાઇ રહી છે પરંતુ બપોરે તો ગરમી જ વર્તાઇ રહી છે

ત્યારે આજે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. પરંતુ તાપમાનની ટેન્ડેન્સી ફોલિંગ રહેશે. એટલે તાપમાન ઓછું થઇ શકે છે.

બે દિવસ બાદ તાપમાન એકથી બે ડિગ્રી ઘટવાની શક્યતા છે.

ગુજરાતમાં હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઇ રહ્યા છે. આ સાથે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.

જેમા તેમણે જણાવ્યુ છે કે, સૂર્યની ઉત્તરાર્ધ તરફ ગતિ રહેતા દિવસનું તાપમાન વધી શકે છે અને ગરમીનો અનુભવ થશે.

10થી 12 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે.

તેમજ 19થી 22 ફેબ્રુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે.

રાતે, વહેલી સવારે અને સાંજ પડતા ઠંડીનો અહેસાસ થશે.

ઉત્તર ગુજરાતના ભાગો પાલનપુર, બનાસકાંઠા સહિતના ભાગોમાં લઘુતમ તાપમાન 9 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.