ચંદ્ર

ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે.

ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૪૦૧ કિમીના (૨,૩૮,૮૫૭ માઇલ) અંતરે આવેલો છે.

સુર્યના પ્રકાશને ચંદ્રની સપાટી પરથી પરાવર્તીત થઇને પૃથ્વી સુધી પહોંચતા ૧.૩ સેકન્ડ લાગે છે

ચંદ્ર એવો એક જ અવકાશી પદાર્થ છે,

જ્યાં સુધી મનુષ્યોએ પ્રવાસ કર્યો છે અને જ્યાં મનુષ્યોએ ઉતરાણ કર્યું છે.

વ્યાસ અને કદના માપમાં આપણો ચંદ્ર સૌરમંડળના અન્ય ઉપગ્રહોમાં પાંચમાં સ્થાને આવે.

ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા લગભગ છઠ્ઠા ભાગનું છે.

ચંદ્રને પૃથ્વીની ફરતે એક પરિક્રમા કરતા ૨૭.૩ દિવસો લાગે છે.

હિંન્દુ શાસ્ત્રો મુજબ ચંદ્રની સોળ કળા જોવા મળે છે, આથી ચંદ્રને ‘કલાધર’ પણ કહે છે.