મગની દાળ કરે છે આ કમાલ

એક વાટકી રાંધેલી મગની દાળમાં 100થી પણ ઓછી કેલરી હોય છે. તેનાથી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી

ટાઈફોઇડ થવા પર મગની દાળ ખાવાથી દર્દીને જલદી આરામ મળે છે.

કોઈ પણ બીમારી પછી શરીર અશક્ત થઈ જાય છે. મગની દાળ ખાવાથી શરીરને તાકાત મળે છે.

મગની દાળ ખાવાથી સ્કિન કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકાય છે.

મગની દાળથી બોડીને એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે જે ફ્રી રેડિકલ્સ સાથે લડીને સ્કિન કેન્સરથી બચાવે છે.

મગની દાળના લેપથી વધારે પરસેવો આવતો પણ અટકી જાય છે.

તેના માટે દાળને સામાન્ય ગરમ કરીને વાટી લો. પછી આ વાટેલી દાળમાં પ્રમાણસર પાણી નાખીને તેનો લેપ શરીર પર લગાવો

ઉનાળામાં મગની દાળ ખાવાથી પેટને ઠંડક મળે છે.

બાળકને શરૂઆતમાં મગની દાળનું પાણી પીવડાવવાથી ફાયદો થાય છે.