ઈઝરાયેલ અને હમાસની વચ્ચે યુદ્ધમાં 500થી વધુની મોત,

ઇઝરાયલ પર હમાસે કરેલા હુમલા અને ત્યાર બાદ તેણે કરેલી જવાબી કાર્યવાહી બાદ સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે.

આ છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયેલ પરના સૌથી મોટા હુમલાઓમાંથી એક માનવામાં આવે છે.

આ હુમલામાં હમાસના આતંકવાદીઓએ ગાઝાથી ઈઝરાયેલ પર 5 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા.

ગાઝા સરહદ પાસે હમાસના લડાકુઓએ આશરે 50 લોકોને બંધક બનાવી લીધા છે.

ઈઝરાયેલની સામે હમાસનો આ હુમલો આ પહેલા શનિવાર સવારથી શરુ થયો હતો.

ઇઝરાયલની સેનાએ ગાઝાના અલગ-અલગ સાત કેન્દ્રોમાં નાગરિકોને પોતાની રીતે શરણ લેવાનું કહી દીધું.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હુમલાને કાળો દિવસ ગણાવ્યો અને 'મોટો બદલો' લેવાની ચેતવણી આપી.

ગાઝા પટ્ટીમાં ઇઝરાયલની કાર્યવાહી પછી પરિસ્થિતિ વણસી

ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં વીજ પુરવઠો કાપી નાખવાની અને અન્ય સપ્લાય બંધ કરવાની ચેતવણી આપી છે.

ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં વીજ પુરવઠો કાપી નાખવાની અને અન્ય સપ્લાય બંધ કરવાની ચેતવણી આપી છે.

જેના કારણે શનિવારથી અહીં અંધારું છે.

ઇઝરાયલે 2007માં જ સુરક્ષા કારણોને લઈને ઈજિપ્તની સાથે ગાઝા પટ્ટીમાં નાકાબંધી કરી નાખી છે.

ગાઝા પટ્ટી અને તેના કિનારા પરના હવાઈ ક્ષેત્ર પર ઇઝરાયલનું નિયંત્રણ છે. તેઓ અહીં બૉર્ડર દ્વારા થતા સપ્લાય પર પણ નિયંત્રણ રાખે છે.