મોટાભાગે ભારતમાં એવા મંદિર છે જ્યાં શ્રીરામ પત્ની હનુમાનજી અને ભાઇ લક્ષ્મણ સાથે સ્થાપિત છે

પરંતુ ભારતમાં એક એવું મંદિર છે જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ પોતાની માતા સાથે બિરાજમાન છે.

આ મંદિર છત્તીસગઢના ચંદ્રખરીમાં સ્થિત છે.

કહેવામાં આવે છે કે અહીંયા સાત તળાવોથી ઘેરાયેલા જલસેન તળાવની વચ્ચે એક દ્વીપ સ્થિત છે

મંદિરમાં ભગવાન રામ પોતાના બાળ રૂપમાં પોતાની મા ના ખોળામાં બેઠેલા છે.

આ પરિસરની અંદર માતા કૌશલ્યા ઉપરાંત શ્રીરામ ઉપરાંત શિવજી અને નંદીની પ્રતિમાઓ પણ સ્થાપિત છે.

અહીંયાના લોકોનું કહેવું છે કે આ મંદિરમાં સીતાફળનું એક ખાસ ઝાડ છે

જેને 'ઇચ્છાનું ઝાડ' કહેવામાં આવે છે.

માન્યતા છે કે

ચિઠ્ઠીમાં તમારું નામ લખીને શ્રીફળની સાથે ઝાડ પર બાંધવાથી લોકોની માન્યતા પૂર્ણ થાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે મંદિરને લઇને પૌરાણિક કથાઓ અનુસાર

અહીંયા એક વૃક્ષની નીચે સુષેણ વૈધની સમાધિ છે. રામાયણ પ્રમાણ સુષેણ રાવણનો રાજવૈધ હતો.

કહેવામાં આવે છે કે જ્યારે મેઘનાદની સાથે યુદ્ધમાં લક્ષ્મણ મૂર્છિત થઇ ગયા ત્યારે

સુષેણએ જ સંજીવની બુટી મંગાવીને લક્ષ્મણના પ્રાણ બચાવ્યા હતા.

માનવામાં આવે છે કે શ્રી રામ જ્યારે રાવણને મારીને પરત અયોધ્યા આવ્યા

તો સુષેણ વૈધને પણ પોતાની સાથે લઇ આવ્યા હતા. એમને પોતાના અંતિમ શ્વાસ પણ અહીંયા લીધા હતા.