મુન્દ્રા ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામા આવેલું મહત્વનું નગર છે

મુન્દ્રાની સ્થાપના ઈ.સ. ૧૬૩૨માં થઇ હતી. જેની સ્થાપના જેસર જાડેજા વંશના જામ રવાજીના સૌથી નાના પુત્ર હરધોળજીએ કરી હતી.

૧૯૯૪માં મુન્દ્રામાં મુન્દ્રા બંદરની જાહેરાત થઇ હતી.

આ બંદર ઓક્ટોબર ૧૯૯૮માં કાર્યરત થયું. પછીના વર્ષોમાં બંદરની સાથે નગરનો પણ ઝડપી વિકાસ થયો

૨૦૧૪માં મુન્દ્રા બંદર માલ-સામાન પરિવહનમાં કંડલાને આંબી ગયું

અને ભારતનું સૌથી મોટું અંગત માલિકીનું બંદર બન્યું.

મુન્દ્રા મોટાભાગે સપાટ ભૂગોળ ધરાવે છે.

આ વિસ્તારનું પાણી અત્યંત ખરાબ ગુણવત્તા ધરાવે છે અને તેમાં ફ્લોરાઇડનું પ્રમાણ અત્યંત વધુ છે.

મુન્દ્રા ભૂતકાળમાં મીઠું અને મસાલાના વેપાર માટે જાણીતું હતું

બાંધણી અને બાટીક પ્રિન્ટ કરેલા કાપડ માટે જાણીતું છે મુન્દ્રા બંદર ખાસ આર્થિક વિસ્તાર (સેઝ)ની સાથે અદાણીનું માલિકીનું અને સંચાલિત સૌથી મોટું બંદર છે.