નડાબેટ

નડાબેટ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ છે.

આ ગામ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલું ગામ છે

તેમજ અહીં ભારતીય સીમા સુરક્ષા દળનું મથક આવેલું છે

અહીં નડેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે

BSFનાં કેમ્પની બાજુમાં જ નડેશ્વરી માતાનું પ્રાચીન મંદિર છે,

અહી તમને ચારે બાજુ ખારોપાટ (રણ) જોવા મળે છે. જે એક દલદલ છે.

૫રંતુ તે જોવાનો નજારો ખૂબ જ રમણીય છે દુર દરુ સુઘી તમને કશુ જ દેખાતુ નથી.

મુલાકાતીઓ ઝીરો પોઈન્ટથી 150 મીટર દૂરથી પાકિસ્તાનને જોઈ શકે છે

અને BSFની સિદ્ધિઓ અને તેમની કાર્યશૈલી જાણીને હર્ષ અને ગર્વની લાગણી મેળવી શકે છે.