કુદરતે ગુજરાતના આ ધોધ પાસે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે,

હાથણી માતા ધોધ એ ગુજરાતનો જાણીતો ધોધ છે

હાલોલથી પાવાગઢ અને શીવરાજપુર થઈને પણ આ ધોધ તરફ જવાય છે.

હાથણી માતાનો ધોધ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી 16 કિમી અને ઘોઘંબાથી 18 કિમી દૂર સરસવા ગામ આગળ આવેલો છે.

હાથણી માતાનો ધોધ ખૂબ ઉંચી ખડકાળ ટેકરીઓ વચ્ચે આવેલો છે

એમાંની એક ટેકરી પરથી આવતી નદીનું પાણી, ટેકરીની ઉભી કરાડ પર થઈને ધોધરૂપે નીચે પડે છે

ધોધ નીચે જે જગ્યાએ પડે છે ત્યાં પણ વાંકાચૂકા ખડકો અને સુંદર ઝરણાં પથરાયેલા છે.

તથા આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડી છે. એટલે ત્યાં સુધી પહોંચવાનું પણ અઘરું છે.

જ્યાં ધોધ પડે છે તે જગાએ એક ગુફા છે. તેમાં હાથણીના આકારનો મોટો ખડક છે.

જોકે ચોમાસાના વરસાદી પાણીમાં ધોધ શરૂ થાય એટલે આ હાથણી આકારનો ખડક તેમાં છુપાઈ જાય છે.

તો આ ધોધ, હાથણી માતાનો ધોધ કહેવાય છે

ઘણા લોકો ગુફામાં હાથણી માતાની પૂજા કરે છે અને માતાજીને નૈવેદ્ય ચઢાવે છે

હાથણી માતાના આ મંદિરમાં જ શીવજીનું લીંગ પણ છે.

શીવજીનો અહીં વાસ છે. ધોધ જોવા આવનારા લોકો માતાજીનાં અને શિવજીનાં દર્શન અચૂક કરે છે જ.

ચોમાસામાં આ ધોધ શરૂ થતાની સાથે જ દૂર દૂરથી પ્રકૃતિપ્રેમીઓ

આ હાથણી માતાના ધોધ નીચે ન્હાવાની મજા માનવા માટે આવતા હોય છે