જાતે દવા ક્યારેય પણ ન લેવી, ફાયદાના બદલે થશે મોટા નુકસાન!

લોકો જાતે જ ડોક્ટર બની જતા હોય છે અને દવાઓ જાતે જ લઈ લેતા હોય છે, આવું કરવું ટાળવું જોઈએ.

બદલાતા હવામાન, વ્યસ્ત દિનચર્યા,

ખરાબ ખાનપાન તેમજ ખરાબ રહેણીકરણીની આદતોના કારણે લોકોને અનેક સમસ્યાઓ થતી હોય છે,

આવી સ્થિતિમાં તબીબની મુલાકાત લેવી જોઈએ અને યોગ્ય ઈલાજ કરાવવો જોઈએ

ઘણા લોકો ડોક્ટર પાસે જવાને બદલે મનમાંથી દવાઓ લઈને ખાય છે, આવા વ્યક્તિઓ પોતે જ ડોકટર બની જતા હોય છે. આવું કરવું ન જોઈએ

દરેક કેમિકલ ડ્રગ્સ એટલે કે દવાની અમુક આડઅસર હોય છે,

કેટલાક લોકો જાતે જ દવાનું સેવન કરે છે અને તેમને યોગ્ય થઈ જાય છે, પરંતુ પછી થોડા દિવસો પછી તે જ દવા ખાતી વખતે એલર્જી અથવા કોઈ અન્ય લક્ષણોનો અનુભવ થાય છે.

આ દવાઓ તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર વધારે માત્રામાં પણ લોકો દવા ગ્રહણ કરી દેતા હોય છે. દવાનો ઓવરડોઝ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

તબીબ દર્દીને દવાની યોગ્ય માત્રા વિશે તેમજ દવા કયા સમયે અને

કઈ રીતથી લેવી જોઈએ, તેની સમજ આપે છે, જેથી આડઅસર થતી નથી.

જ્યારે પણ લોકોને ખાંસી, શરદી, ગળામાં દુખાવો વગેરેની સમસ્યા થાય છે ત્યારે

કોઈપણ કફ સિરપનું સેવન કરતા હોય છે, તે જાનલેવા સાબિત થઈ શકે છે.જો તમને કોઈ સમસ્યા હોય, તો તમારે પહેલા ડોક્ટર પાસે જવું જોઈએ.

ડોક્ટરની સલાહ વગર દવા લેવાથી તમારી યાદશક્તિમાં સમસ્યા,

હાઈ બ્લડ પ્રેશર, ગભરામણ, શરીરમાં સુસ્તી, હૃદયના ધબકારા અનિયમિત થવા વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. આથી ડોક્ટરની સલાહ વગર દવા લેવાનું ટાળવું જોઈએ.