નિષ્કલંક મહાદેવઃ જ્યાં ખુદ દરિયાદેવ કરે છે શિવનો જળાભિષેક

રસપ્રદ વાત એ પણ છે કે આ શિવલિંગ દરિયામાં ડૂબેલું રહે છે, અને તેના દર્શન કરવા માટે દરિયો રસ્તો આપે ત્યારે જ જઈ શકાય છે.

ભાવનગરથી 24 કિલોમીટર દૂર આવેલા કોળિયાકના દરિયામાં આ મહાદેવનું મંદિર બનેલું છે

મોટા ભાગે આ મંદિર દરિયામાં ડૂબેલું જ રહે છે. જ્યારે જ્યારે દરિયામાં ઓટ આવે ત્યારે જ આ શિલિંગના દર્શન માટે જઈ શકાય છે

નિષ્કલંક મહાદેવ પાસે શ્રાવણ મહિનાની અમાસે અને ભાદરવી અમાસે જબરજસ્ત મોટો મેળો ભરાય છે.

અમાસ પર ઓટ હોવાને કારણે જ અહી મેળો ભરાય છે, જેથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે.

જ્યારે ભરતી આવે ત્યારે મંદિરની ધજા જ કિનારેથી જોઈ શકાય છે,

પરંતુ જ્યારે ઓટ આવે ત્યારે લોકો છેક મંદિર સુધી પહોંચીને પૂજા અર્ચના કરી શકે છે. જો કે આ કોઈ ચમત્કાર નથી.

માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવોએ કલંક ધોવા માટે

આ દરિયા કિનારે સ્નાન કર્યું હતું, પરિણામે આ જગ્યાનું નામ નિષ્કલંક પડ્યું.

અહીં પાંડવોએ સ્થાપેલા પાંચ શિવલિંગ છે

અહિયાં રોજ અરબી સમુદ્રની લહેરો પાંચેય શિવલિંગ પર જળાભિષેક કરે છે.

કલ્પના કરો કે, દરિયાની ભીની માટી પર ચાલીને,

દરિયાની વચ્ચે પાંચ અદભૂત શિવલિંગના દર્શન કરવા. આ નજારો જ કેટલો સુંદર હશે! શ્રદ્ધાળુઓ ખુલ્લા પગે દરિયામાં 3 કિલોમીટ જેટલું અંતર કાપીને ચાલતા જાય છે

કિનારેથી દરિયાની અંદર જતાં સમયે ઠંડો, ભેજવાળો પવન, અલૌકિક માહોલ

ચોમેર શાંતિ આ આધ્યાત્મિક સ્થળને સંપૂર્ણ પર્યટન સ્થળ બનાવે છે. યુવા પેઢીના લોકોને મધદરિયે આવેલા આ મંદિરના ફોટા પાડવાનો પણ એક રોમાંચક અનુભવ મળે છે.