માત્ર દૂધમાં જ નહીં,પણ આ વસ્તુઓમાં પણ છે જોરદાર કૅલ્શિયમ

ઘણા લોકોને લૅક્ટોઝથી એલર્જી હોય છે, તો આવામાં દહીં બિલ્કુલ યોગ્ય રહેશે. તેમાં દૂધ જેટલું જ કૅલ્શિયમ હોય છે, બસ ખાંડ ન મેળવો.

ચીઝ વધુ એક સરળતાથી ઉપલબ્ધ ડૅરી પ્રોડક્ટ છે

કે જે કૅલ્શિયમ સાથે પૅક કરવામાં આવે છે. હકીકતમાં, પર્મિયન ચીઝમાં કૅલ્શિયમનું ઉચ્ચતમ પ્રમાણ હોય છે કે જે કોઈ પણ ચીઝમાં નથી હોતું.

સૂકા અંજીર

અંજીર આપના માટે સારા છે, કારણ કે તે ન માત્ર કૅલ્શિયમનું એક મોટુ સ્રોત છે, પણ તેમાં ઢગલાબંધ ફાઇબર અને આયર્ન પણ મોજૂદ હોય છે.

લીલી પાનદાર શાકભાજીઓ

બ્રોકોલીથી પાલક સુધી, લીલી પાનદાર શાકભાજીઓ ઘણા બધા આવશ્યક ખનિજોથી સમૃદ્ધ હોય છે કે જેમાં કૅલ્શિયમનો પણ સમાવેશ થાય છે.

બદામ

બદામ વિટામિન ઈ અને કૅલ્શિયમથી સમૃદ્ધ હોય છે, પરંતુ બહુ વધુ પ્રમાણમાં ખાવામાં આવે, તો ગરમી પેદા કરે છે.

ઓટમીલ

ઓટ્સ કૉનપ્લેટ્સની સરખામણીમાં બહુ હેલ્ધી હોય છે અને બહુ મોંઘા પણ નથી. ઓટ્સમાં ઢગલાબંધ ફાયબર તથા કૅલ્શિયમ હોય છે.

ભિંડીમાં ઢગલા બંધ પોષક તત્વો હોય છે

કે જેમાં ખાસ તો કૅલ્શિયમ પણ વધારે હોય છે. એક વાટકી ભિંડીમાં આપને 175 એમજી સુધીનું કૅલ્શિયમ પ્રાપ્ત થશે.

ખજૂર

કૅલ્શિયમ અને આયર્નની વાત આવે છે, તો ખજૂર આપનો સર્વશ્રેષ્ઠ મિત્ર છે. આ ઉપરાંત તે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.