ફુદીનાની સ્પાઇસી ચટણીની ઘરે બનાવવા નોંધી લો આ રીત,મિનિટોમાં બની જશે

લીલા મરચા અને ફુદીનાની સ્પાઇસી ચટણી બનાવવા માટે સૌ પ્રથમ ફુદીનો લો અને એના પાન ધોઇને કોરા કરી લો.

પછી આ ફુદીનાના પાનના કટકા કરી લો.

હવે લીલા મરચાના કટકા કરી લો.

પછી કોથમીર સમારી લો.

હવે મિક્સર બાઉલ લો અને એમાં ફુદીનો, લીલા મરચા, લસણ, આદુનો ટુકડો અને કોથમીરને ક્રશ કરી લો.

આ બધી વસ્તુ ક્રશ થઇ જાય એટલે એમાં લીંબુનો રસ અને મીઠું નાખીને મિક્સ કરો.

તમે ઇચ્છો છો તો પછી પણ લીંબુનો રસ નાખીને મિક્સ કરી શકો છો.

હવે ખાંડ મિક્સ કરીને ક્રશ કરી લો.

ચટણી જ્યાં સુધી એક રસ ના થઇ જાય ત્યાં સુધી ક્રશ કરો.

તો તૈયાર છે ફુદીનાની ચટણી.

સ્વાદ અને પોષણથી ભરપૂર ફુદીનાની ચટણી બનીને તૈયાર છે.