ગળ્યા આમળાનો મુખવાસ ઘરે બનાવવા નોંધી લો આ રીત

બહાર જેવા મસ્ત બનશે

ગળ્યા આમળા બનાવવા માટે સૌ પ્રથમ આમળાને ધોઇ લો.

પછી આમળાને એક ગ્લાસ પાણી લઇને કુકરમાં એક સીટી વગાડો.

ત્યારબાદ કુકરમાં આમળા કાઢી લો અને એક ડિશમાં લઇ લો.

હવે એક પેન ગરમ કરવા માટે મુકો. પેન ગરમ થાય એટલે આમળા નાખો અને થવા દો

ત્યારબાદ આમળામાં ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લો.

5 મિનિટ પછી આમળામાં કાળા મરી, ચાટ મસાલો અને જીરુ નાખીને મિક્સ કરી લો.

પછી આમળાને બરાબર મિક્સ કરી લો.

હવે આ આમળાને બે દિવસ માટે તડકામાં મુકી દો. આમ કરવાથી કોરા પડી જશે.

તો તૈયાર છે ગળ્યા આમળા.

ગળ્યા આમળા તમે આ રીતે બનાવશો તો મસ્ત બનશે અને ખાધા પછી ખાવાની પણ મજા આવશે.

ગળ્યા આમળા ખાધા પછી તમે દિવસમાં ત્રણથી ચાર ખાઓ છો

તો પાચન તંત્રને લગતી અનેક તકલીફ દૂર થઇ જાય છે.

ઠંડીમાં ગળ્યા આમળા ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે.

જમ્યા પછી આ આમળા ખાવાથી વરિયાળી તેમજ બીજો મુખવાસ ખાવાની પણ જરૂર નહીં પડે.