બધી ઔષધીઓમાં સર્વશ્રેષ્ઠ છે અળસી,

અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે.

મગજને પોષણ આપે છે

અળસીના બીજમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ યાદશક્તિને સુધારે છે,

અળસીના બીજનું સેવન ત્વચાને તંદુરસ્ત બનાવે છે,

વાળની વૃદ્ધિને ઉત્તેજન આપે છે તેમ જ નખને સ્વસ્થ, સુંદર રાખે છે.

ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે

અળસીના બીજ શરીરમાં રક્ત શર્કરાના પ્રમાણને જાળવવામાં મદદ કરે છે.

સાંધાના દુખાવાની તીવ્રતાને ઘટાડે છે.

દાહ-બળતરાનો સામનો કરવાની શક્તિ આપે છે

અળસીના બીજનું સેવન કરો ત્યારે પાણી વધારે પ્રમાણમાં પીઓ.

કોઈ રોગની દવા લેતાં હોવ તો અળસીના બીજ લેતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લઈ લો.