ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે
અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન) અને અમરેશ્વર (અમર દેવોના ભગવાન).
આ પવિત્ર તીર્થમાં જળ ચઢાવ્યા વિના વ્યક્તિની તમામ તીર્થયાત્રાઓ અધૂરી માનવામાં આવે છે.
ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતીની જેમ ઓમકારેશ્વર મંદિરની શયન આરતી વિશ્વ પ્રસિદ્ધ છે
ઓમકારેશ્વર મંદિર વિશે એવી માન્યતા છે કે અહીંયા દર્શન અને પૂજા કરવાથી વ્યક્તિના તમામ પાપ દૂર થઈ જાય છે.