અહીંનાં ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે.
ચાના બગીચા ઓછી ઊંચાઈએ આવેલા છે અને સુંદર દ્રશ્યને કારણે ઘણાં પ્રવાસીઓને આક્ર્ષે છે.
આજુબાજુના સર્વ તળાવમાંથી આ તળાવ સૌથી વધુ સારી રીતે પહોંચી શકાય છે. અહીં તળાવની એક તરફ બોટ હાઉસ અને પિકનીક ક્ષેત્ર બનાવાયું છે.
ઊટી અને થલકુંડ વચ્ચે આવેલ આ સ્થળ અમુક તાલિલ ફીલ્મોમાં પણ દર્શાવાયું છે. આ એક ટેકરીનો ઢોળાવ છે જેના પર પાઈના વૃક્ષો એક ઢબમાં ઉગાડાયા છે
નીચી ઊંચાઈ પર આવેલ આ સ્થળ સરળતાથી પહોંચી શકાય છે, આ ઉદ્યાન કર્ણાટકના બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનને સ્પર્ષે છે.
આ ઉદ્યાન એકદમ લીલું છમ્મ છે અને તેનો સારો નિભાવ થયેલ જોવા મળે છે. દર વર્ષે મે માં અહીં ફૂલોનું પ્રદર્શન અને વનસ્પતિની દુર્લભ પ્રજાતિઓનું પ્રદર્શન યોજાય છે.
ઊટી તળાવ એ એક કૃત્રિમ તળાવ છે આ તળાવમાં નૌકાવિહાર પ્રમુખ આકર્ષણ છે.તળાવની આસપાસ મનોરંજન પાર્ક સાથે એક ઉદ્યાન છે.
બોટેનીકલ ગાર્ડનની ઉપરના ભાગમા6 અમુક તોડા લોકોની ઝૂંપડીઓ આવેલી છે જેમાં હજુ પણ તોડા લોકો નિવાસ કરે છે.