ચલણી નોટો, સિક્કા, રાષ્ટ્રીય દસ્તાવેજો અને રાષ્ટ્રીય સાહિત્યમાં અશોક સ્તંભનું ચિત્ર જાણીતું છે.
તેમાં ચાર દિશા તરફ મોં રાખીને બેઠેલા ચાર સિંહ છે.
ચારે ચક્રની વચ્ચેની જગ્યાએ વૃષભ, અશ્વ, હાથી અને સિંહ એમ ચાર શિલ્પો છે.
ભગવાન બુધ્ધનો જન્મ થયો ત્યારે તેમની માતાને સ્વપ્નમાં હાથી દેખાયેલો એટલે હાથી, બુધ્ધનો જન્મ વૃષભ રાશીમાં થયેલો એટલે વૃષભ, બુધ્ધે ગૃહત્યાગ વખતે કંથક નામના ઘોડા ઉપર સવારી કરેલી એટલે અશ્વ.
જ્ઞાાન અને શક્તિના પ્રતીક સમા આ પ્રાચીન શિલ્પને રાષ્ટ્રીય પ્રતીક બનાવાયું છે.
ઈસવીસન પૂર્વે ૩જી સદીમાં ભારતમાં ઘણાં સ્થળોએ અશોક સ્તંભ બંધાવેલા.
નવાઈની વાત એ છે કે ૧૦ ટન વજનના આ સ્તંભોને બનાવ્યા પછી સેંકડો કિલોમીટર દૂર લઈ જઈ સ્થાપવામાં આવેલા.
આ સ્તંભો વારાણસી નજીક ચૂનાર ખાતે બન્યા હોવાનું મનાય છે. ઉત્તર પ્રદેશના સ્વરનાથમાં આવેલા અશોકસ્તંભ અકબંધ અને સારી સ્થિતિમાં છે.