તીર્થભૂમિ પાલિતાણા આ કારણે બની છે પાવન

પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભદેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલાં છે.

પાલિતાણા શહેરમાં પણ ઘણાં દેરાસરો અને હવે તો આધુનિક ઘણી ધર્મશાળાઓ અને ભોજનશાળાઓ

આ તીર્થસ્થળ શેત્રુંજય ડુંગર ઉપર છે, તેની બાજુમાંથી સુંદર શેત્રુંજી નદી વહે છે.

પાલિતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે

જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિદ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે

શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત ૧૨૫૦ આરસનાં દેરાસરો છે.

ભગવાનને માટે જ બનાવેલાં આ દેરાસર સંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇ પણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી.

શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર ચડવા માટે જય તળેટી આવે છે

પર્વત પર ચડવાના પગથિયાનો રસ્તો પૂસિદ્ધ જૈનમંત્રી શ્રી તેજપાળે ૧૩મી સદીમાં પથ્થરો ગોઠવી તૈયાર કરાવ્યો હતો.એ ‘સંચાર પાજા‘ કહેવાતો.

પાલિતાણાથી 25 કિ.મી.ના અંતરે આવેલું, હસ્તાગીરી જૈન તીર્થ એક પ્રખ્યાત જૈન મંદિર છે.

શેત્રુંજય નદીના કાંઠે એક ટેકરી પર સ્થિત, તે ગુજરાતના એક લોકપ્રિય જૈન તીર્થસ્થાનમાંનું એક છે.