પાટણમાં આવેલી પંચમુખી હનુમાન ગુરૂગાદી શ્રદ્ધાળુઓ માટે વર્ષોથી આસ્થાનું કેન્દ્ર રહી છે.
પાટણ શહેરના વેરાઈ ચકલા વિસ્તાર માં આવેલી અઘોરી બાવાના અખાડાની જગ્યામાં પંચમુખી હનુમાન ગુરુગાદી આજે પણ લોકોમાં ભક્તિ અને શક્તિનું કેન્દ્ર છે.
આજથી અંદાજે 700 વર્ષ પૂર્વે આ સૂમસામ જગ્યા માનવ-વસ્તી વિહોણી હતી અને લોકોની અવરજવર પણ નહિવત હતી.
તેવા સમયે અઘોરી પંથના તપસ્વી હરન્યાલ ગીરી મહારાજ આ જગ્યા ઉપર આવી પહોંચ્યા હતા
તેઓએ આ સ્થળે જીવિત સમાધિ લીધી હતી.
જેમાં હરન્યાલગીરી, પુરણગીરી, ન્યાલગીરી, ફૂલગીરી, સ્વરૂપગીરી, રામગીરી, હનુમાનગીરી, સરસ્વતી ગીરી, શંકરગિરી, કાશીગીરી હતા.
તેઓ પોતાની આધ્યાત્મિક શક્તિની સુવાસ ચારેય બાજુ પ્રસરાવી 113 વર્ષની ઉંમરે તારીખ 3 ફેબ્રુઆરી 2008ના રોજ આ નશ્વરદેહનો ત્યાગ કરી પરમાત્મામાં લીન થયા હતા.
મંદિર ખાતે વિવિધ ધાર્મિક તહેવારોની હર્ષોલ્લાસ સાથે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવે છે