પટોળા એટલે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ

પટોળા એ વિશ્વભરમાં વણાટ સ્વરૂપનો સૌથી મુશ્કેલ પ્રકાર છે. તેમાં બેવડી ઇક્કત શૈલીનો ઉપયોગ કરવામાં આવે છે.

પટોળા વણાટની પ્રક્રિયાએ ખાનગી કુટુંબ પરંપરા છે.

તેને તૈયાર કરતાં ૬ મહિનાથી ૧ વર્ષ લાગે છે.પાટણના પટોળા તેના રંગોની વિવિધતા અને ભૌમિતિક શૈલી માટે જાણીતા છે.

વર્ષ 1934માં માત્ર રૂ.100માં મળતું હતું પાટણનું પટોળું, આજે રૂ. 4 લાખમાં વેચાય છે

પાટણમાં પટોળા સાડીનું એક મ્યુઝિયમ પણ આવેલું છે, જેની પ્રતિદિન 100 લોકો મુલાકાત લેતા હોય છે.

આ પટોળું મશીનમાં નહીં પણ હાથથી બને છે

તેથી તેને તૈયાર કરવામાં મહિનાઓ સુધી વાર લાગે છે

આ પટોળાની ખાસિયત એવી છે કે તે બન્ને બાજુએ પહેરી શકાય છે.

તેનો રંગ ક્યારેય ખરાબ થતો નથી અને આ પટોળું 100 વર્ષ સુધી ચાલે છે.

એક વાત જાણીને નવાઈ લાગશે કે પાટણ પટોળા સાડીની કોઈ ઈન્ડસ્ટ્રી નથી.

આ બિઝનેસ માત્ર ઓર્ડર પર જ ચાલે છે