વડોદરાના હેરિટેજ સ્થળોને જોતા જ લોકો અભિભૂત થઈ જાય છે,

વિવિધ પોળો, શેરીઓ, વિવિધ શિલ્પ સ્થાપત્ય, મહેલો અને ભવનો, બાગ બગીચાઓ, તળાવો, બજારો આવેલા છે

લક્ષ્મીવિલાસ પેલેસ ભારતનું સૌથી મોટું વ્યક્તિગત ઘર છે.

આ રાજમહેલમાં કુલ 170 રૂમો છે તથા ત્રણ આલીશાન ભોજન કક્ષ, બે ફુવારાઓ અને ચાર વરંડાઓ આવેલા છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી

ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા વિશ્વવિદ્યાલય તરીકે પ્રખ્યાત છે

શહેરના નગરજનોને અંદાજે છેલ્લા 150 વર્ષથી સમયનું મૂલ્ય સમજાવતું રાવપુરા ટાવર

ટાવરની ટોચ પર ચારે દિશામાંથી જોઈ શકાય તે રીતે ઘડિયાળની સંરચના કરવામાં આવી. આ ઘડિયાળના લોલકનું વજન 40 કિલોગ્રામ છે.

કાલાઘોડા

મહારાજા સયાજીરાવની સ્મૃતિઓને જીવંત રાખતું એક સ્મારક સયાજી સર્કલ પણ છે.

ખંડેરાવ માર્કેટ

ખંડેરાવ માર્કેટ એ વડોદરા શહેરમાં આવેલી એક પ્રખ્યાત અને ભવ્ય ઇમારત છે