પીરમબેટ ભારતના ગુજરાત રાજ્યના ખંભાતના અખાતમાં આવેલો એક ટાપુ

પીરમ બેટ અથવા પીરમ ટાપુ ઘોઘાથી દક્ષિણે ૬ કિ.મી.ના અંતરે ખંભાતના અખાતમાં આવેલો ટાપુ છે.

૩ કિ.મી. લાંબો અને એક કિ.મી. પહોળો આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં ૪ કિ.મી. અંદર છે.

યાંત્રિક હોડીની મદદથી લગભગ એક ક્લાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોચી શકાય છે

અહીંથી ઘણા પુરાતન અવશેષો મળી આવ્યા છે.

જૂની મૂર્તિઓ અને પ્રાણીઓના અશ્મિઓ હાથ લાગ્યા છે, તેથી એમ કહી શકાય કે કોઇ કાળે અહીં મોટું નગર હશે

અહીંયા મળેલા પ્રાણિઓના અશ્મિઓમાં નાશ પામેલ પ્રજાતીઓ જેવી કે

હાથી, ગેંડા, હિપોપોટેમસ અને અતિ વિશાળ માછલીઓના અશ્મિ સામેલ છે.

પીરમબેટ પ્રવાસીઓ માટે સુંદર સ્થાન છે.

બેટ પર એક દીવાદાંડી પણ છે.

"ગ્રીક ઓફ ધ હેલેનિસ્ટીકે" ઇ.સ. ૨૪૭ની સાલમાં લખેલા

"પેરીપ્લસ ઓફ ધ એરીથ્રેરીયન સી" નામના પુસ્તકમાં પીરમ બેટનો ઉલ્લેખ કરેલો છે.

પીરમબેટ પર ૫૦થી વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે

તેમાંના મોટા ભાગના જળચર પક્ષીઓ છે.