PM મોદીએ તેજસ ફાઈટર પ્લેનમાં ભરી ઉડાન,

પીએમ મોદીએ બેંગલુરુમાં મેક ઈન ઈન્ડિયા હેઠળ મલ્ટી-રોલ ફાઈટર જેટને મંજૂરી આપી છે,

તેમણે કર્ણાટકના બેંગલુરુ એરબેઝથી તેજસમાં ઉડાન ભરી હતી

વડાપ્રધાને મેક ઈન ઈન્ડિયા પર ભાર મૂક્યો છે.

ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માટે ઘણી પહેલ શરૂ કરી છે.

કહેવાય છે કે મેક ઈન ઈન્ડિયા ઈનિશિએટીવએ ભારતની આ પહેલને મોટો ધક્કો આપ્યો છે.

આત્મનિર્ભર ભારત પહેલના સકારાત્મક પરિણામો પણ જોવા મળ્યા છે,

જેના કારણે વિદેશી સંરક્ષણ ખરીદી પરની નિર્ભરતા પણ ઘટી છે.

જેનાથી ભારતની વ્યૂહાત્મક અને આર્થિક ક્ષમતાઓ મજબૂત થઈ છે.

અન્ય દેશો પાસેથી સંરક્ષણ પ્રાપ્તિ પર ખર્ચનો હિસ્સો 2018-19માં 46 ટકાથી ઘટીને ડિસેમ્બર 2022 સુધીમાં 36.7 ટકા થઈ ગયો છે.

મેક ઈન ઈન્ડિયા ઈનિશિએટિવ હેઠળ ભારતીય સંરક્ષણ ઉત્પાદકોએ

70,500 કરોડ રૂપિયાના શસ્ત્રોનું વેચાણ કર્યું છે,

જેમાંથી સૌથી મહત્વપૂર્ણ બ્રહ્મોસ મિસાઈલ છે.

આ સિવાય ભારતીય કંપનીઓએ નૌકાદળ માટે ઈલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી અને દરિયાઈ કામગીરી માટે હેલિકોપ્ટર પણ બનાવ્યા છે.

ઉપરાંત વાયુસેનાએ સુખોઈ SU-30 MKI જેટ માટે

લાંબા અંતરના સ્ટેન્ડ-ઓફ હથિયારને પણ મંજૂરી આપી છે.