પ્રતિષ્ઠા પછી પીએમ મોદીએ સાંજે પીએમ આવાસ પર દીપ પ્રગટાવ્યા હતા.
પીએમ મોદીએ આ પ્રસંગે ટ્વિટ કર્યું હતું કે આજે રામ લલા અયોધ્યા ધામમાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે.
ગુજરાતમાં પણ નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા.
માનનીય વડાપ્રધાનની અપીલના પ્રતિસાદરૂપે સમગ્ર ગુજરાતમાં નાગરિકો દિપોત્સવ મનાવી રહ્યા છે.
દેશભરમાં ગામે ગામમાં મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી.
રાત્રે દિપ પ્રગટાવી ઉજવણી કરી હતી.
પ્રધાનમંત્રીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં મંદિરોની મુલાકાત લીધી હતી.