પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડ પર મોકલવામાં આવ્યું,

લેન્ડિંગના 11 દિવસ બાદ તમામ કામ કર્યું પૂર્ણ

ઈસરોએ ટ્વીટ કર્યું કે પ્રજ્ઞાન રોવરે તેનું કામ પૂર્ણ કરી લીધું છે.

તે હવે સુરક્ષિત રીતે પાર્ક કરેલ છે અને સ્લીપ મોડ પર સેટ છે. તેના APXS અને LIBS પેલોડ્સ બંધ છે

ઈસરોએ જણાવ્યું હતું કે રોવરે શિવશક્તિ લેન્ડિંગ પોઈન્ટથી 100 મીટરનું અંતર કાપ્યું છે.

પ્રજ્ઞાન રોવરનું વજન 26 કિલો છે. તેમાં છ પૈડાં છે.

ઈસરોએ વધુમાં જણાવ્યું કે પ્રજ્ઞાન રોવરને એવી રીતે મૂકવામાં આવ્યું હતું કે

જ્યારે આગામી 22 સપ્ટેમ્બર, 2023ના રોજ સૂર્યોદય થશે ત્યારે સૂર્યપ્રકાશ સૌર પેનલ પર પડશે.રીસીવરને ચાલુ રાખવામાં આવ્યું છે.

ચંદ્રયાન-3 મિશન દ્વારા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતા

ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે સાંજે 6: 04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઈતિહાસ રચ્યો હતો.