ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રયાગરાજ જિલ્લાનું મુખ્ય મથક છે.

પૂર્વી ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કિનારે વસેલું પ્રયાગરાજ ભારત દેશનું પવિત્ર અને લોકપ્રિય તીર્થ સ્થળ છે

આ નગરનો ઉલ્લેખ ભારતના પુરાણા ધાર્મિક ગ્રંથોમાં મળે છે

ઉત્તર પ્રદેશ રાજ્યના આ ઐતિહાસિક નગરનું પ્રશાસનિક, શૈક્ષેણીક, ધાર્મિક તેમ જ સાંસ્કૃતિક દૃષ્ટિએ અગ્રણી સ્થાન છે.

વેદ, પુરાણ, રામાયણ અને મહાભારતમાં આ સ્થળને પ્રયાગ કહેવામાં આવ્યું છે.

ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો અહીં સંગમ (ત્રિવેણી સંગમ) થાય છે

આ કારણે હિંદુઓ માટે આ શહેરનું વિશેષ મહત્વ છે.

હિંદુઓની જુની પરંપરા અનુસાર દર ૧૨ વર્ષે અહીં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

સનાતન પરંપરામાં નાગદેવતાની પૂજા પ્રાચીન કાળથી ચાલી આવે છે

શ્રાવણ મહિનાના ઉજ્જવળ પખવાડિયાની પંચમી કે જેને નાગ પંચમી તરીકે ઓળખવામાં આવે છે