પુના ને પુનવાડી અથવા પુણ્ય-નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે

તે ભારતનું આઠમા ક્રમનું સૌથી મોટું શહેર છે અને મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ પછી બીજું સૌથી મોટું શહેર છે.

પુણે એ પુના જિલ્લાની વહીવટી રાજધાની છે અને ભારતનું ૭મું મેટ્રો સિટી છે.

તે મુળા અને મુઠા નદીના સંગમ સ્થાને ડેક્કન ઉચ્ચ પ્રદેશ પર સમુદ્રની સપાટીથી ૫૬૦ મિટરની ઊંચાઇએ આવેલું છે

પુણે એક શહેર તરીકે ઇ.સ. ૯૭૩થી અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે

મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી કિશોરાવસ્થામાં પુણેમાં રહેતા હતા અને તેમના શાસન દરમિયાન શહેરની નોંધપાત્ર વૃદ્ધિ અને વિકાસ થયો હતો.

આજે પુણે તેની શૈક્ષણિક સુવિધાઓ માટે જાણીતું છે,

જ્યાં એકસોથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને નવ યુનિવર્સિટી છે.

પુણેમાં 1950-60થી પ્રસ્થાપિત મેન્યુફેક્ચરિંગ, ગ્લાસ, ખાંડ અને ફોર્જિંગ ઉદ્યોગ છે.

આ પ્રવૃત્તિ અને રોજગારની તકના કારણે ભારતભરમાંથી કામદારો અને વિદ્યાર્થીઓ અહીં ખેંચાઇ આવે છે