પંજાબી પનીર ભુરજી

પનીર ભુર્જી ખાવામાં ખૂબ જ સ્વાસ્થ્ય છે. પનીર ઘણા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે અને ધાણાની સુગંધ તેના સ્વાદને વધારે વધારે છે.

પનીર ભુર્જી બનાવવાની રીત

એક કડાઈમાં માખણ અને શુદ્ધ તેલ ગરમ કરો, તેમાં જીરું અને તજ લવિંગ તમાલ પત્ર બાદીયા નાખો.

તેમાં ડુંગળી, આદુ, હળદર, જીરું,

ધાણા, લાલ મરચું, મીઠું નાખી બરાબર તળી લો.

થોડું પાણી નાખો અને બરાબર મિક્ષ કરો.

હવે તેમાં સમારેલા ટામેટાં, લીલા મરચા, સુકા આદુ પાઉડર અને ખાંડ નાખી બરાબર મિક્ષ કરી લો.

પનીર ને મેશ અને મસાલા નાખી

બરાબર મિક્ષ કરી લો.

માખણ, લીલો ધાણા અને લીંબુ નો રસ નાખો.

ગરમા-ગરમ સર્વ કરો.

લીંબુનો રસ છે એ એક ઓપ્શન છે જો

ટમેટામાં ખટાશ હોય તો લીંબુનો રસ નાખવાની જરૂર નથી

તૈયાર છે પનીર ભુરજી નું શાક

જે તમે નાન પરાઠા સાથે સર્વ કરી શકો