રણપ્રદેશ, પહાડો, જંગલ અને સરોવરોનું અનોખું સંગમ છે રાજસ્થાનનું પુષ્કર શહેર.

આ સ્થળો ફર્યા વિના યાત્રાધામ પુષ્કરની મુલાકાત અધૂરી છે

પુષ્કરમાં 100થી વધારે મંદિરો અને 50થી વધારે ઘાટ છે,

પરંતુ આ સિવાય પણ અમુક સ્થળો એવા છે જેની મુલાકાત લીધા વિના તમારી પુષ્કરની ટ્રિપ અધુરી છે.

ઉંટની સફારી

પુષ્કર અને આસપાસના રણપ્રદેશમાં ફરવાની સૌથી બેસ્ટ રીત છે ઉંટની સવારી. ઉંટ પર સવારી કરવી એક અમેઝિંગ એક્સપીરિયન્સ છે

હોટ એર બલૂન રાઈડ

જો તમે પુષ્કર મેળાના સમયે પુષ્કર જાઓ તો હોટ એર બલૂનની સવારી કરવાનું ચુકતા નહીં.

સરોવર કિનારે સાંજ

પુષ્કરના પ્રસિદ્ધ સરોવરના કિનારે બેસીને સાંજ પસાર કરવાનો અનુભવ અદ્દભુત હોય છે. અહીં તમે સનસેટની મજા લઈ શકો છો.

અજયપાલજી મંદિરના દર્શન

આ મંદિર ચારે બાજુથી સંગમરમરના મોટા-મોટા પથ્થરોથી ઘેરાયેલું છે. આ પથ્થરો મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

રત્નાગિરી પહાડ

જો કંઈક એડવેન્ચરસ કરવાનો વિચાર હોય તો રત્નાગિરીના પહાડો પર પુષ્કર સરોવરથી દક્ષિણ-પશ્ચિમ તરફ ચઢાણ કરો. આ પહાડની ટોચ પર સાવિત્રી દેવી મંદિર છે, જે બ્રહ્માજીના પત્નીને સમર્પિત છે.

કલબેલિયા ડાન્સ

પુષ્કરમાં દિવસ ભર ફર્યા પછી સાંજે થાક દૂર કરવો હોય તો કલબેલિયા ડાન્સ પરફોર્મન્સની મજા લો. આ રાજસ્થાનનો સૌથી ફેમસ અને ભાવુક ડાન્સ ફોર્મ છે.