લગ્નના બંધનમાં બંધાયા રાઘવ ચઢ્ઢા અને પરિણીતિ ચોપરા,

બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા ના 24 સપ્ટેમ્બરે લગ્ન થઈ ગયા છે.

ઉદયપુરમાં હોટેલ લીલા અને તાજ પેલેસ આ ગ્રાન્ડ વેડિંગના સાક્ષી બન્યા છે.

રાઘવ-પરિણીતીએ 15 મેના રોજ સગાઈ કરીને તેમના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા.

પરિણીતી-રાઘવ ચઢ્ઢા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે.

પરંતુ તેમની લવ સ્ટોરી ફિલ્મ ‘ચમકિલા’ના સેટથી શરૂ થઈ હતી. ગયા વર્ષે પરિણીતી પંજાબમાં ‘ચમકિલા’નું શૂટિંગ કરી રહી હતી

ત્યારબાદ રાઘવ મિત્ર બનીને તેને મળવા ગયો હતો.

આ મીટિંગ પછી, તેમની નિકટતા વધવા લાગી અને તેમને અહેસાસ થયો કે તેઓ એકબીજા માટે બનેલા છે.

રાઘવ-પરિણીતીએ 15 મેના રોજ સગાઈ કરીને તેમના સંબંધોને ઓફિશિયલ બનાવ્યા

બંનેની સગાઈ ખૂબ જ ભવ્ય રીતે થઈ હતી. સગાઈમાં બી-ટાઉન અને રાજકારણની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આજે પતિ-પત્ની બની ગયા છે.

રાઘવ-પરિણીતીના લગ્નની વિધિઓ શરૂ થયા બાદ લીલા પેલેસમાં મંત્રોના પડઘા સંભળાયા હતા.

સ્થળ પરથી કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે

રાઘવ ચઢ્ઢા-પરિણિતી ચોપરા પ્રવાસ દરમિયાન તળાવની નજીકનો નજારો ખૂબ જ આકર્ષક છે.

રાઘવ અને પરિણીતીના સંગીત સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ મ્યુઝિકલ ફંકશનમાં ફેમસ પંજાબી ગાયક નવરાજ હંસએ પોતાના સુરીલા અવાજથી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા.

રાઘવ ચઢ્ઢાના લગ્નની જાન બોટ પર નીકળવામાં આવી હતી.

જાન એકદમ અલગ અને શાહી સ્ટાઈલમાં નીકળી હતી.