તારીખ 30 ઓગસ્ટ 2023ના રોજ રક્ષાબંધન ઉજવાશે.
તારીખ 30 ઓગસ્ટ 2023ના દિવસે સવારે 10:59એ શ્રાવણ સુદ પૂનમ શરુ થાય છે આ દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું કહેવામાં આવી રહ્યું છે
જેથી 30 ઓગસ્ટે સવારે 11 વાગ્યા પછી તમે રક્ષાબંધન ઉજવી શકો છો.
શાસ્ત્ર અનુસરવું હોય અને ભદ્રાનું સંપૂર્ણ રીતે પાલન કરતા હોવ તો 30 ઓગસ્ટે રાતે 9.00 વાગ્યા પછી રાખડી બાંધવી તે મુહૂર્ત 31 ઓગસ્ટ સવારે 7.30 વાગ્યા સુધીનું છે.
રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ હંમેશા પૂર્વ તરફ અને બહેનનું મુખ પશ્ચિમ કે ઉત્તર તરફ હોવું જોઈએ
જો ભૂલથી રાખડી તૂટી જાય તો આવી રાખડી ફરીથી ન બાંધવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તૂટેલી રાખડી વહેતા પાણીમાં વહેતી કરવી જોઈએ