Ram Mandir: પ્રાયશ્ચિત પુજાથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વિધિવત શરૂઆત

આજથી 22 જાન્યુઆરી સુધી ચાલશે ધાર્મિક વિધિ

સૌથી પહેલા પ્રાયશ્ચિત પુજાથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની વિધિવત શરૂઆત થશે.

પ્રાયશ્ચિત પૂજા એ હોય છે, જેમાં શારીરિક, આંતરિક, માનસિક અને બાહ્ય આમ ત્રણ રીતે પ્રાયશ્ચિત કરવામાં આવે છે

એક નજર, ક્યારે શું થશે?

પૂજાની પ્રક્રિયા 16મી જાન્યુઆરીથી શરૂ થશે.

17મી જાન્યુઆરીએ શ્રીવિગ્રહના પરિસરની મુલાકાત અને ગર્ભગૃહનું શુદ્ધિકરણ.

18મી જાન્યુઆરીથી અધિવાસ શરૂ થશે. બંને સમયે જળાધિવાસ, સુગંધ અને ગંધાધિવાસ પણ હશે.

19 જાન્યુઆરીએ સવારે ફળ અધિવાસ અને ધાન્ય અધિવાસ થશે.

20મી જાન્યુઆરીએ સવારે પુષ્પ અને રત્નોનો કાર્યક્રમ અને સાંજે ઘૃત અધિવાસનો કાર્યક્રમ યોજાશે.

21મી જાન્યુઆરીના રોજ સવારે સાકર,

મીઠાઈ અને મધ અધિવાસ અને ઔષધિ અને શયન અધિવાસ કરવામાં આવશે.

22 જાન્યુઆરીએ મધ્યરાત્રિએ

રામ લલ્લાની મૂર્તિની આંખની પટ્ટી હટાવીને તેમને અરીસો બતાવવામાં આવશે.

રામની નગરી અયોધ્યાને સજ્જ થઇ ગઈ છે

આ રીતે 22 જાન્યુઆરી સુધી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ચાલુ રહેશે.