રામેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત હિંદુ મંદિર છે

ભારતના તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ શહેરમાં આવેલું છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે.

આ મંદિર બધાં હિંદુ મંદિરોમાં સૌથી લાંબી પરસાળ ધરાવે છે.

મંદિરના શિવલિંગની સ્થાપના ભગવાન રામે લંકા જતા પહેલા કરી હતી.

રામેશ્વરમને અગિયારમું જ્યોતિર્લિંગ માનવામાં આવે છે

આ મંદિર હિન્દુઓના મુખ્ય તીર્થસ્થાનોમાંનું એક છે. જેથી દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે.

રામેશ્વરમ મંદિર ભારતીય કળા અને કારીગરીનો સુંદર નમૂનો છે.

ત્યાં હિંદ મહાસાગર અને બંગાળની ખાડીથી ઘેરાયેલો એક સુંદર શંખ આકારનો ટાપુ છે

આ મંદિર વિસ્તાર 15 એકરમાં છે.

11મી સદીથી વિવિધ શાસકોના શાસનકાળ દરમિયાન આ મંદિરમાં પરિવર્તન કરવામાં આવ્યું છે.

મંદિર સંકુલમાં 22 તીર્થ સ્થળો છે.

જે પોતાની આગવી ઓળખ અને મહત્વ ધરાવે છે. અહીં 'અગ્નિ તીર્થમ' સ્થાપિત છે