રણુજા મંદીર, કાલાવડ

રણુજા મંદીર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જામનગર જિલ્લા નાં કાલાવડ શહેરથી ૮ કિમી ઉતર દિશાએ આવેલું છે

આ મંદીર રામદેવપીર નું છે.

અહીં પહોંચવા માટે કાલાવડથી સરકારી બસ તેમજ રીક્ષાની સગવડ છે.

રણુજા ના રાજા ના દરબાર માં કોઈ પણ જાતના ભેદભાવ જોવામાં આવતા નથી

લોકો દૂર દૂર થી 1000-1000 કિમિ થી ચાલતા દર્શને આવતા હોય છે

બાબા રામદેવની સમાધિ રણુજામાં આવેલી છે.

જો રામદેવ પીરને સાચા મનથી પૂજવામાં આવે તો તે ખરેખર પરચો આપે છે તેવું હિન્દૂ ધર્મમાં માનવામાં આવે છે.

ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.

બાબાને ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર માનવામાં આવે છે

હિન્દુ હોય કે મુસ્લિમ તેમની ભક્તિભાવ પૂર્વક પૂજા કરે છે .

અને તેમને બાબામા તૂટ આસ્થા પણ રહેલી છે .બાબા રામદેવ પીર પણ સૌની મનોકામના પૂર્ણ કરે છે.