ગુણોની ખાણ છે કાચી કેરી

કાચી કેરીનું તાજુ અથાણુ, કચુંબર કે, પન્ના દરેક વસ્તુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

જો આપને લૂ લાગી હોય કે લૂથી બચવું હોય તો પણ કાચી કેરીનું સેવન હિતકારી છે.

જો આપને અત્યાધિક પરસેવો થતો હોય તો પણ કાચી કેરીનું સેવન ઉપકારક છે.

કાચી કેરી વિટામિન સીનો પણ સારો સ્ત્રોત છે

કાચી કેરીનું સેવન આંખોની રોશની વધારવા માટે પણ ઉપકારક છે.

ઉલ્ટી, ઉબકા, ગભરામણની સમસ્યામાં કાચી કેરીને મરી પાવડર સાથે ખાવાથી રાહત મળે છે.

વોમિટિગ ફિલિંગ જેવી સ્થિતિમાં કાચી કેરીનું મરી સાથે સેવન કરવાથી થોડા સમયમાં જ રાહત મળે છે.

કાચી કેરી ન માત્ર વાળના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે પરંતુ

તે કાળા ઘેરા વાળની સાથે સ્કિનને ગ્લોઇંગ કરવામાં પણ કારગર છે. તેના સેવનથી ત્વચા પર કસાવ બની રહે છે.

ગરમીમાં કાચી કેરીનો ઉપયોગ માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે નહી પરંતુ

સ્વસ્થ રહેવા માટે પણ કરવામાં આવે છે