ચોળાફળી બનાવવાની રેસીપી

એક વાટકીમાં બેસન, અડદનો લોટ, મીઠું, અને બેકિંગ સોડા સારી રીતે મિક્ષ કરી દો

લોટમાં તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

લોટમાં પાણી ઉમેરીને સખત કણક બનાવી લો.( કણક કઠણ બાંધવી)

૨૦ મિનિટ માટે કણક બાંધીને મુકી રાખો.

એક પ્લાસ્ટિકની કોથળી લો, તેમાં થોડું તેલ લગાવો. તેના પર કણક મૂકો અને તેને રોલિંગ પિન(પારો) ની મદદથી ટીપીને સરળ બનાવો જ્યાં સુધી તે નરમ ન થાય.

કણક ને લઈ તેણે સ્ટ્રેચ કરો અને કણક ને હાથમા લઈને રોલ જેવી બનાવો.

જવે કણક ને સમાન ભાગોમાં કાપો.

હવે કાપેલા ભાગને લઈ તેને ગુલ્લુ બનાવો

હવે ગોળાકાર બનાવેલ ભાગને પાટલા પર લઈને તેની રોટલી બનાવો. રોટલી બનાવતી વખતે ચોખાના લોટનો ઉપયોગ કરવો.

બધી રોટલી બની ગયાં પછી તેણે સુકાવા દો.

આ દરમિયાન, એક વાટકીમાં લાલ મરચું પાવડર અને સંચળ પાઉડર મિક્સ કરો લો. તો મસાલા તૈયાર છે.

૧૦ મિનિટ પછી રોટલી ને લાંબા પટ્ટામાં કાપી લો.

તળવા માટે તેલ ગરમ કરો અને ચોરાફાલીને મધ્યમ / હાઈ ફ્લેમ પર ફ્રાય કરો.

હવે તેને એક પ્લેટ લઈને ગરમા ગરમ ચોળાફળી પર બનાવેલ મસાલા નો છંટકાવ કરો.

નોંધ લેવી:ચોળાફળી ની કણક માટે ખૂબ ઓછું પાણી વાપરો.હાઈ ગેસ પર ચોરાફાલી ફ્રાય કરો.