આજે સમગ્ર દેશ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ પ્રસંગે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર તેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
બનાસકાંઠામાં આવેલા નડાબેટ ખાતેની ઇન્ડો-પાક આંતરરાષ્ટ્રીય સરહદ પર તિરંગો ફરકાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા 75માં ગણતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
બી.એસ.એફ.ના આઈ.જી. અભિષેક પાઠકે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો.
જવાનોએ તિરંગાને શાનથી સલામી આપી હતી.
સીમવર્તી વિસ્તારની શાળાના બાળકોને ચોકલેટ અને મીઠાઈનું વિતરણ કરાયું હતું.
ભારત-પાકિસ્તાન સરહદે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્થાનિક સહિત અન્ય રાજ્યમાંથી આવેલા પ્રવાસી લોકોએ કાર્યક્રમને અદભૂત ગણાવ્યો હતો.
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.