આયુર્વેદિક ગુણો થી ભરપુર, વિવિધ રોગોમાં અને ઘરેલુ ઉપચાર માં ગુંદા

પાક્કા ગુંદા એકદમ મીઠા હોય છે અને તેની અંદર ચીકણો અને મીઠો રસ હોય છે.

ગુંદા આખા ભારતમાં ઉત્પન્ન થાય છે.

ગુંદાના વૃક્ષનું લાકડું પણ ઘણું જ ઉપયોગી હોય છે. વિવિધ વસ્તુઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

કાચા ગુંદાનું શાક અને અથાણું બને છે.

તે મધુર , ઠંડુ, ગ્રહણશીલ, કૃમિનાશક, વાળ માટે ફાયદાકારક છે

ગુંદાનાં કાચા ફળો ઠંડા , કડવો, પાચક અને મધુર હોય છે.

તેના ઉપયોગથી, પેટના કીડા, કફ, નાના પિમ્પલ્સ, અને તમામ પ્રકારના ઝેર નાશ પામે છે. તેના ફળ નરમ, મધુર અને હળવા હોય છે.

દાંતના દુખાવામાં રાહત માટે ગુંદા ના ફાયદા

ગુંદા ની છાલનો ઉકાળો બનાવીને તેના કોગળા કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.

સોજા દૂર કરવા માટે ગુંદા ના ફાયદા

ગુંદા ની છાલને પીસીને તેનો લેપ આંખો પર લગાવવાથી આંખો ને ઠંડક મળે છે તથા આંખના સોજા પણ દૂર થઈ શકે છે.