રુદ્રાક્ષ એક ફળનું બીજ હોય છે કે પછી કહો કે મણકો છે.

રુદ્રાક્ષના બીજ જ્યારે પાકે છે તો લીલા રંગના ફળની જેમ જોવા મળે છે. ક્યારેક-ક્યારેક તેને બ્લૂબેરી પણ કહે છે.

હિંદુ ધર્મમાં રુદ્રાક્ષને ભગવાન શિવ સાથે જોડવામાં આવે છે

આ બીજને સુરક્ષા માટે અને ઓમ નમ: શિવાય જેવા મંત્રોના જાપ માટે પહેરવામાં આવે છે.

રુદ્રાક્ષનું નામ:

રુદ્રાક્ષ એક સંસ્કૃત શબ્દ છે જે રુદ્ર અને અક્ષથી બને છે.

રુદ્રાક્ષનું વૃક્ષ:

આ એક સદાબહાર વૃક્ષ છે, જે ઝડપથી વધે છે. રુદ્રાક્ષના વૃક્ષમાં ફળ આવતાં 3થી 4 વર્ષનો સમય લાગે છે. તેની 300 પ્રજાતિઓ ભારતમાં મળી આવે છે.

રુદ્રાક્ષના પ્રકાર: રુદ્રાક્ષની માળામાં લગભગ 1થી 21 મુખી રુદ્રાક્ષ જોવા મળે છે.

પ્રાચીન સમયમાં તો તે 108 મુખી જોવા મળતા હતા. વર્તમાનમાં 30 મુખી રુદ્રાક્ષ મળી જાય છે. જોકે 80 ટકા રુદ્રાક્ષ 4,5 કે 6 મુખી હોય છે.