સાબુદાણા ખીર રેસીપી સાબુદાણાની ખીર બનાવવા માટે,

એક ઊંડા બાઉલમાં સાબુદાણા અને ૩/૪ કપ પાણી ભેગું કરો અને ૧ કલાક માટે બાજુ પર રાખો.

એક ઊંડા નોન-સ્ટીક પેનમાં દૂધ ગરમ કરો

અને મધ્યમ તાપ પર ૪ થી ૫ મિનિટ સુધી ઉકાળી લો.

પલાળેલા સાબુદાણા ઉમેરો,

સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

તેમાં સાકર, કેસર અને એલચીનો પાવડર મેળવો

સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

ગેસ બંધ કરો અને બાજુ પર રાખો.

સાબુદાણાની ખીરને ગરમ અથવા ઠંડી કરીને પીરસો.