સાબુદાણા ની ખીચડી

સાબુદાણા ને ધોઈ ને પાણી માં 4 કલાક માટે પલાળો. પલાળેલા સાબુદાણા માંથી પાણી નીતરી લો.

બટાટા ને પ્યવસ્થિત ધોઈ એની ચામડી ઉતારી ને મધ્યમ આકાર ના ટુકડા માં કાપી લો.

સિંગ દાણા ના છોતલા ઉતારી એનો ભુક્કો કરી નાખો

એક નોન-સ્ટીક કઢાઈ માં તેલ ગરમ કરો

એમા તજ, લવિંગ, જીરું અને લીમડો સાતળો

પછી તેલ માં કાપેલા બટાટા, લીલું મરચું, આદુ અને સ્વાદ અનુસાર મીઠું નાખી

તેને 5 મિનીટ માટે પાકવા દો.

હવે સિંગ દાણા નો ભુક્કો, લીંબુ નો રસ અને ખાંડ નાખી હલાવી લો

5 મિનીટ માટે ખીચડી ને પાકવા દો.

સ્વાદિષ્ટ સાબુદાણા ની ખીચડી ત્યાર છે.

બારીક સમારેલી કોથમીર છાંટી ને ગરમા ગરમ ફરાળી કઢી (ઉપવાસ ની કઢી) સાથે પીરોસો.