સરસ્વતી નદી ગુજરાતમાં આવેલી એક નદી

નદીની મહત્તમ લંબાઇ ૩૬૦ કિમી અને તેનો સ્ત્રાવક્ષેત્ર ૩૭૦ ચોરસ કિમી છે.

સરસ્વતી નદીના કાંઠા પર પાટણ અને સિદ્ધપુર શહેરો વસેલા છે

આ નદી સમુદ્રને મળતી નથી માટે તેને કુમારિકા નદી કહે છે.

સરસ્વતી નદી આર્યાવર્તની ત્રણ નદીઓમાંની એક પવિત્ર નદી ગણાય છે.

ગુજરાતમાં આવેલું સિદ્ધપુર સરસ્વતી નદીના કાંઠે વસેલું છે, જ્યાં કારતકી પૂનમનો મેળો ભરાય છે

આ નદી ઉપર પાંડવા નામનું ગામ આવેલું છે, જ્યાં મુક્તેશ્વર મહાદેવનું પૌરાણીક મંદિર આવેલુ છે

એવી માન્યતા છે કે અહીં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન પોતાના પિતા પાંડુ રાજાની મુક્તિ માટે આરાધના કરી હતી.

વાયુ પુરાણમાં તેને હિમવત્પાદનિસ્સૃતા અને સમુદ્રગા કહેલી છે

અને બીજે સ્થળે એને "સિન્ધુ અને મરુ દેશના બે ભાગ કરી પશ્ચિમ સમુદ્રને મળનારી" ગણાવી છે.