ઉત્તર પ્રદેશનું સારનાથ એટલે ગૌતમ બુદ્ધનું પવિત્ર સ્થળ

આ ભારતના ચાર પ્રમુખ બૌદ્ધ તીર્થ સ્થળોમાંથી એક છે.

અહીંયાથી જ એમણે "ધર્મ ચક્ર પ્રવર્તન"નો આરંભ કર્યો હતો.

જ્ઞાન પ્રાપ્તિ કર્યા પશ્ચાત ભગવાન બુદ્ધ એ પોતાનો પ્રથમ ઉપદેશ અહીં જ આપ્યો હતો.

અહીંયા સારંગનાથ મહાદેવનું મન્દિર પણ આવેલું છે,

જ્યાં શ્રાવણ મહિનામાં હિન્દુ ધર્મના લોકોનો મેળો ભરાય છે.

સારનાથ જૈન તીર્થ પણ છે,

જૈન ગ્રન્થોમાં આ સ્થળને સિંહપુર કહેવામાં આવ્યું છે

ધમેખના સ્તૂપની બહારનું સુશોભનાત્મક શિલ્પકામ ગુપ્તકાલનું છે.

મૂળ સ્તૂપ કાદવ અને ઈંટોનો બાંધેલો છે.

ખોદકામ દરમિયાન મૌર્યકાલીન ઈંટોના અવશેષો મળ્યા હતા.

તેથી માની શકાય કે મૂળ આ સ્તૂપ મૌર્યકાલ દરમિયાન બાંધવામાં આવ્યો હતો.

ધર્મરાજિકાનો સ્તૂપ સમ્રાટ અશોકે બંધાવ્યો હતો.

તેના ખોદકામમાંથી પથ્થરનું બનાવેલું અસ્થિપાત્ર મળ્યું હતું, જે હાલ કોલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમમાં સુરક્ષિત છે.

અહીંનાં જોવાલાયક બીજાં સ્થળોમાં

ધર્મરાજિકા સ્તૂપની પાસેનું મુખ્ય મંદિર, એકાશ્મક વેદિકા, વિહારો, જૈનમંદિર અને મ્યુઝિયમનો સમાવેશ થાય છે.